પૂણે-બેંગ્લોર હાઇ-વે પર ગોવા જઇ રહેલ મિનિ બસને અકસ્માતઃ ૧૧ના મોત
પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને અકસ્માત નડ્યો છે જેમાં ૧૧ના મોતના સામાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
શુક્રવારે પૂણે-બેંગ્લોર નેશનલ હાઇવે પર મોટું અકસ્માત થયું જેમાં ધારવાડ નેશનલ હાઇવે પર એક મિનિ બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. અકસ્માતમાં ૧૧ લોકોના સ્થળ પર મોત નિપજ્યાં છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘણા આજે સવારે થઈ જેમાં દાવણગીરીના કેટલાય પર્યટકો ગોવા જઈ રહ્યા હતા. સવારે બસ અને ટ્રકની સામસામે ટક્કર થઈ ગઈ છે અને અકસ્માત એટલો ભીષણ હતો કે બસના ફૂરચા ઊડી ગયા અને ૧૧ લોકોએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો.
ઘટનાની જાણકારી મળતા જ હાઇવે પર પોલીસ પહોંચી અને ઇજાગ્રસ્તોને ધારવાડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસ કહ્યું છે કે હજુ પણ કેટલાક યાત્રિકો ઇજાગ્રસ્ત છે અને અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. હાઇવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે હુબલી-ધારવાડનો બાયપાસ ૩૨ કિમી સુધી સિંગલ લેન છે અને વારંવાર અહિયાં આવી દુર્ઘટના થતી આવી છે. એક સ્થાનિકે કહ્યું કે રસ્તાને પહોળો કરવા માટે કેટલાય સમયથી માંગ ઉઠી રહી છે પણ હજુ સુધી થયું નથી.
Recent Comments