fbpx
ગુજરાત

ઉત્તરાયણ પર રાજ્યમાં ૬ લોકોનાં મોત, રાજકોટ-વડોદરામાં ડીજે માટે ગુન્હો નોંધાયો


ઉત્તરાયણની ઉજવણી જીવલેણ બની છે. ગુજરાતમાં ૮ વાગ્યા સુધી ૨૭૭૧ ઈમરજન્સી કેસ નોંધાયા છે. દોરી વાગવા અને પડી જવાના ૨૦૭ બનાવ બન્યા છે. પંચમહાલમાં પતંગની દોરીથી ૨ લોકોના મોત નિપજ્યા છે. ભરૂચ, સાણંદમાં દોરી વાગતા યુવકનું મોત થયું છે. રાજકોટમાં દોરીથી ગળું કપાતા યુવકે જીવ ગુમાવ્યો છે. સુરતમાં ધાબેથી પટકાતા બાળકનું દર્દનાક મોત થયું હતું. અમદાવાદ પાંજરાપોળમાં ૪૦૦ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. તો રાજકોટ અને વડોદરામાં ડીજે વગાડવાનો ૧ – ૧ કેસ પોલીસે નોંધ્યો છે.

રાજકોટમાં દોરી વાગતા યુવકનું મોત નિપજ્યું હતું. ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનો આ બનાવ છે. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. સાણંદમાં બોળના તબેલા ચોકડી પાસે દોરી વાગતાં ૩૧ વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. પંચમહાલમાં દોરી વાગતા બે યુવકોનાં મોત થયા હતા. વેજલપુર ગામ પાસે દોરી વાગતા ૪૦ વર્ષીય યુવકનું મોત થયું હતું તો મોરવા હડફ-ગોધરા હાઈવે પર પણ દોરીથી એક મોતનો બનાવ બન્યો હતો.

નર્મદામાં જાહેરનામાનો ભંગ થયો હતો. રાજપીપળામાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઉડાડવામાં આવી હતી. રાજકોટના ધોરાજીમાં પણ મોડી સાંજ બાદ પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઉડી હતી. આણંદમાં પણ ચાઈનીઝ ટુક્કલો જાેવા મળી હતી. અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરતાં ઠેરઠેર આતશબાજીનો નજારો જાેવા મળ્યો હતો. કોટ વિસ્તાર અને ઘાટલોડિયામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts