fbpx
રાષ્ટ્રીય

સંજીવની પર રાજકારણ શરૂઃ કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ સવાલ ઉઠાવ્યા કોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મૂકાવી?


દેશમાં શનિવારથી કોરોના રસીકરણના મહાયજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે જ રાજકારણ પણ ગરમાયું છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. રસીકરણ શરૂ થયાના કલાકોમાં જ રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસે આ મહા અભિયાન પર પ્રશ્નો ઉભો કર્યો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું કે કેટલાક નિષ્ણાત ડોક્ટર્સે કોવેક્સિનની અસરકારકતા સામે સાવલો ઉભા કર્યા છે. બીજીતરફ દુનિયામાં દિગ્ગજ નેતાઓએ આગળ આવીને કોરોનાની રસી લીધી છે પરંતુ ભારત સરકાર સાથે જાેડાયેલા અન્ય કોઈ નેતા રસી લીધી નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ કોરોના રસીના ઉપયોગને મંજૂરી સામે પ્રશ્ન ઉભો કર્યો છે. તિવારીએ દાવો કર્યો હતો કે રસીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા કોઈ નીતિગત માળખું નથી. તેમણે કહ્યું કે, કેટલાક નિષ્ણાત ડોક્ટર્સે સરકાર સમક્ષ કોવેક્સિનની અસરકારકતા અને સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને કહ્યું કે કે તેમને કઈ રસી મૂકાવી તેની પસંદગી તેઓ કરી શકશે નહીં. આ સહમતિના સિદ્ધાંતથઈ તદ્દન વિરુદ્ધ છે. જાે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને વિશ્વસનીય છે તો મોદી સરકારમાંથી કોઈ રસી મૂકાવવા કેમ આગળ આવ્યું નહીં. વિશ્વના અન્ય દેશોમાં રસી આપવા ટોચના નેતાઓ આગળ આવ્યા હોવાનું જાેવા મળ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ કોવેક્સિન સામે આંગળી ઉઠાવતા કહ્યું કે, કોવેક્સિનને જરૂરી પ્રક્રિયા પૂર્વે જ મંજૂરી આપી દેવામાં આવી છે. તિવારીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, રસીકરણ શરૂ થયું છે, આશ્ચર્યની વાત એ છે કે ભારત પાસે હજી સુધી દવાના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા યોગ્ય માળખું પણ નથી. તેમ છતાં ભારતમાં રસીકરણ અંતર્ગત બે ડોઝની મંજૂરી આપવામાં આવી છે.

Follow Me:

Related Posts