માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીમ્બિને ૪૫ લાખના અતિ આધુનિક મેડિકલ ઇન્સ્યુમેન્ટ અર્પણ કરતા અમરેલીના દાતા કક્ષાબેન વિપુલભાઈ પારેખ
ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં દર્દી નારાયણો માટે ૪૫ લાખ ના મેડિકલ ઇન્સ્યુમેન્ટ ભેટ કરતા અમરેલી ના વતની હાલ મુંબઈ સ્થિત ઉદારદિલ દાતા શ્રી વિપુલભાઈ પારેખ અને શ્રીમતી કક્ષાબેન પારેખ દ્વારા ટીંબી હોસ્પીટલ ને અનુદાન ની જાહેરાત કરવામાં આવેલ માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ માટે દર્દી નારાયણો ની સેવા માં ૩૮ લાખ લેપ્રોસ્કોપી ટાંકા વગર ના ઓપરેશન યુનિટ સેટ તેમજ ૭ લાખ નું ફૂલી ઓટોમેટિક ઓટોકલેવ એમ કુલ મળી ૪૫ લાખ ના ખર્ચે અતિ આધુનિક મેડિકલ ઇન્સ્યુમેન્ટ અર્પણ કરવા ઉદારદિલ દાતા પરિવાર કક્ષાબેન વિપુલભાઈ પારેખ પરિવારે જાહેરાત કરી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ દ્વારા થતી દર્દી નારાયણો ની સેવા થી ગદગદિત થતા ઉદારતા નું અજવાળું પારેખ પરિવારે હોસ્પિટલ માં ઉત્તમોત્તમ સુવિધા માટે નવીનતમ ટેક્નોસેવી મેડિકલ ઇન્સ્યુમેન્ટ માટે સહયોગ કરતા માનવ સેવા ટ્રસ્ટ એવમ તબીબી સ્ટાફ સર્વ એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
Recent Comments