ક્રાંકચ ખાતે યુવા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ નિમિતે તા. ૧૨ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન યુવા સપ્તાહની ઉજવણી ચાલુ છે. જે અંતર્ગત લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે વિવિધ રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન નાગરાજભાઇ ખુમાણ સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. યુવાઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની તસ્વીર સામે નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના અધિકારી એકાંકી અગ્રવાલએ દીપ પ્રાગટ્ય કરી ફૂલમાળા અર્પણ કરી હતી. મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી ઉપસ્થિત સૌને એકાંકી અગ્રવાલ દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ તથા યુવા શક્તિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરત હેલૈયા, પ્રવીણ જેઠવા, મમતા વાળા સહિતના તમામ અધિકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments