fbpx
અમરેલી

અમરેલીના કિશોરકુમાર મિશ્રાએ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ અને રાજ્યકક્ષાએ ત્રીજા સ્થાન મેળવ્યુ

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી અમરેલી દ્વારા મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ગાયન વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ વડોદરા મુકામે યોજાયેલી ગુજરાત રાજ્યની શાસ્ત્રીય કંઠ્ય સંગીત અમરેલીના કિશોરકુમાર કાંતિલાલ મિશ્રા અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી અને રાજ્યકક્ષાએ ત્રીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કિશોરકુમાર મિશ્રાએ તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિનિયર સીટીઝન જેવી કેટેગરીમાં પણ આવી સ્પર્ધાઓ યોજાય છે એ ખુબ જ પ્રશંસનીય છે. મારા જેવા સંગીતના ઉપાસકોને એક પ્લેટફોર્મ આપવા બદલ અને જિલ્લા કક્ષાની સાથે સાથે રાજ્ય કક્ષાએ પણ ખ્યાતિ અપાવવા બદલ હું રાજ્ય સરકારનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. સિટીઝન કેટેગરીમાં પ્રથમ વાર આ સ્પર્ધામાં નંબર આવેલ છે.

અત્રે નોંધનીય છે કે રમત ગમત વિભાગ દ્વારા વ્યક્તિઓમાં રહેલા કૌશલ્યોને ઉજાગર કરી પ્રેક્ષકો સમક્ષ મુકવા માટે આવા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન થતું રહે છે. આ અંગે રાજ્ય સરકારના રમત ગમત વિભાગની વેબસાઈટ ઉપરથી વધુ માહિતી મળી શકે છે

Follow Me:

Related Posts