ગડકરીએ રાજનાથને ડ્રાઇવરના આંખોની તપાસ ખાનગી ડોક્ટર પાસે કરાવવા સલાહ આપી..!!
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રોડ અકસ્માતને લઇ અગત્યની વાતો કહી છે. તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ સલાહ આપી કે તેઓ પોતાના ડ્રાઇવરની આંખોની તપાસ કોઇ ખાનગી ડૉકટર પાસે કરાવે કારણ કે સરકારી ડૉકટર ખોટા સર્ટિફિકેટ રજૂ કરી દે છે. કેન્દ્રીય મંત્રીએ રસ્તા સુરક્ષા મહિનાનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે રોડ અકસ્માતમાં ૭૦ ટકા મોત ૧૮ થી ૪૫ વર્ષના લોકોના થાય છે. તેમણે કહ્યું કે જાે સખ્ત નીતિ ના બનાવી તો ૨૦૩૦માં કેટલાંય લાખ લોકોના મોત થઇ જશે.
ગડકરીએ કહ્યું કે કેટલાંય ડ્રાઇવરોને મોતિયો આવ્યાની ફરિયાદ હોય છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સાવધાન કરતાં તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓએ પણ પોતાના ડ્રાઇવરોની આંખો સારી રીતે તપાસ કરાવવી જાેઇએ. સરકારી ડ્રાઇવર કેટલીય વખત પોતાની નોકરી બચાવા માટે ખરાબ દ્રષ્ટિ છતાં નકલી સર્ટિફિકેટ બનાવી લે છે. ગડકરી બાદ રાજનાથ સિંહ બોલી ઉઠ્યા અને કહ્યું કે તેમના ડ્રાઇવરની આંખોની તપાસ કરાવી તો તેઓ બિલકુલ દુરસ્ત છે.
કાર્યક્રમમાં નિતિન ગડકરી એ કહ્યું કે દરરોજ રોડ અકસ્માતમાં સરેરાશ ૪૧૫ લોકોના મોત થઇ જાય છે. તેમણે કહ્યું કે અમે સ્વીડનમાં થયેલા સંમેલનમાં વચન આપ્યું હતું કે રસ્તા અકસ્માતથી થનાર મોતમાં ૫૦ ટકાનો ઘટાડો લાવીશું. તામિલનાડુમાં રસ્તા અકસ્માતમાં ૫૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જાે અકસ્માતમાં અંકુશ લાવીશું નહીં તો ૨૦૩૦ સુધીમાં ૬-૭ લાખ લોકોના મોત થશે.
ગડકરી એ કહ્યું કે સરકારની સાથે લોકોની વ્યક્તિગત જવાબદારી પણ છે કે રસ્તા નિયમોનું પાલન કરવામાં આવે અને પોતાની સાથે પરિવારને સુરક્ષિત રાખે.
Recent Comments