fbpx
રાષ્ટ્રીય

ભારતે મિત્ર દેશોને આપેલું વચન પાળ્યું, વૅક્સીનનો પ્રથમ જથ્થો ભૂતાન મોકલ્યો

છેલ્લા ૫ દિવસથી દેશમાં વિશ્વનું સૌથી મોટું વૅક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ભારતે આજથી પાડોશી દેશોને પણ કોરોના વૅક્સીન મોકલવાનું કામ શરૂ કરી દીધુ છે. સૌ પ્રથમ વૅક્સીન ભૂતાન માટે મોકલવામાં આવી છે. ભૂતાનને દોઢ લાખ કોરોના વૅક્સીનનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. આ સાથે જ માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સ માટે પણ વૅક્સીનનો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો છે.
ભૂતાનને દોઢ લાખ અને માલદીવને એક લાખ વૅક્સીનના ડોઝ ભેટમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ તમામ દેશોને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વૅક્સીન કોવિશીલ્ડ ગિફ્ટ તરીકે ભારત સરકાર મોકલી રહી છે. વૅક્સીન મોકલતા પહેલા સબંધિત દેશોના અધિકારીઓને બે દિવસની તાલીમ પણ આપવામાં આવી છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પણ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ થકી આ વાતની પુષ્ટિ કરી છે કે, દેશને કોવિશીલ્ડની ૨૦ લાખ ડોઝ ભારત તરફથી ભેટમાં મળશે.

Follow Me:

Related Posts