ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના વિધર્મી ટ્રાફિક પોલીસ કર્મીએ લગ્ન કર્યા
ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટમાં ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા વિધર્મી અને ડિવોર્સી એવા પોલીસ કર્મી પ્રેમના તાંતણે બંધાયા હતા. એકાદ વીક પહેલા બન્ને સાથે નાસી ગયા હતા.રાજકોટ પોલીસે બન્નેને શોધી કાઢી ભાવનગર પોલીસને સોપ્યા હતા. ભાવનગરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અઠવાડીયા પૂર્વે પોતાનું ઘર છોડીને કોઇ સ્થળે જતા રહયા હતા.અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા પરિવારજનોએ ભાવનગર પોલીસ મથકમાં જાણ કરી હતી. દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલનો એક વિડીયો જાહેર થયો હતો.જેમા઼ તેણે કહ્યું હતુ કે પોતે રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી કોન્સ્ટેબલ સાથે હાલમાં લીવ ઇનમાં રહે છે.
મહિલા કોન્સ્ટેબલે કહયું હતુ કે વિધર્મી પોલીસમેન તેને ધમકાવીને લાવ્યો નથી. બન્ને વચ્ચે પ્રેમસંબંધ છે. અને લગ્ન કરી લીધા છે. મહીલા કોન્સ્ટેબલના વિડીયોમાં રાજકોટના પોલીસમેનની વાત બહાર આવતા રાજકોટ પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી હતી. અને બન્નેની ભાળ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બન્નેનો સંપર્ક કરી લીધો હતો.અને મંગળવારે સાંજે બન્ને ભાવનગર પોલીસ સમક્ષ હાજર કર્યા હતા.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના પોલીસમેન વચ્ચે પોલીસ તાલીમ વખતે પ્રેમસંબંધ બંધાયા હતા. રાજકોટનો પોલીસમેન પરીણીત છે. પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સમક્ષ એવો બચાવ કર્યો હતો કે તેના અગાઉ લગ્ન થયા હતા. પરંતુ બે મહિનામાં જ છુટાછેડા આપી દીધા હતા.અને ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી લીધા હતા.આ મામલાએ પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
Recent Comments