fbpx
ગુજરાત

ગુજરાત એટીએસએ ૫ કરોડના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

ગુજરાત એટીએસની ટીમે ૫ કરોડની કિંમતના માદક પર્દાથના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. આ આરોપી મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવ્યો હતો. જેથી એટીએસની ટીમે વોચ રાખી તેને શાહીબાગથી ઝડપી લીધો અને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૫ કરોડની આસપાસની છે. એટીએસએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિત અનુસાર, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, મુંબઈનો સુલ્તાન શેખ નામનો વ્યક્તિ ગેરકાયદે રીતે મુંબઈથી એક બેગમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ અમદાવાદ આવી રહ્યો છે.
ટીમે બાતમીના આધારે શાહીબાગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને ઊભો રાખી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની બેગ ચેક કરતાં બેગમાં બે ખાખી સેલોટેપથી વીંટાડેલાં પડીકાં મળી આવ્યાં હતાં. પડીકાને ખોલતાં અંદરથી મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને પૂછપરછની કામગીરી શરૂ કરી હતી. આરોપીએ જણાવ્યું કે તેને આ જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમને ૧૮ જાન્યુઆરીએ રાત્રે અંદાજે ૯ઃ૩૦ વાગે તેના માણસ મારફત મુંબઈની શાલિમાર હોટલ પાસે પહોંચાડ્યો છે.
ત્યાર બાદ સુલ્તાન મુંબઈથી બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો, જ્યાં તે અમદાવાદને મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદિરની બાજુમાં એક ઈસમને આપવાનો હતો. ત્યાર બાદ એટીએસની ટીમ એક કિલો મેથામ્ફેટામાઈન ડ્રાગ્સ સાથે સુલ્તાનની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ એક કિલો ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજે ૫ કરોડની આસપાસની છે.

Follow Me:

Related Posts