રાજુલાનાં દેવકા ખાતે આગામી સોમવારથી ભાગવત્ કથાનો પ્રારંભ
રાજુલા તાલુકાના દેવકા ગામના વતની અને વિવિધ વિખ્યાત કથાકાર અને સમગ્ર ભારતમાં જેને ભાઈશ્રીના નામથી ઓળખાય છે તેવા પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા તા.રપ/1/ર1થી તા.31/1/ર1 સુધી પોતાનાજન્મભૂમિ દેવકા મુકામે રાખવામાં આવેલ છે.
પૂ. ભાઈશ્રીનો જન્મ જુના દેવકા ગામમાં થયો હતો. ત્યાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને લઈને રાજુલા આહિર સમાજ અને દરેક સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહયો છે.
પૂ. ભાઈશ્રી દ્વારા દેવકા મુકામે ર0 એકરમાં દેવકા વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવેલ છે. આ વિસ્તારના દીકરા, દીકરીઓ ભણે તે માટે વિશાળ જગ્યામાં સ્કૂલ અને આઈ.ટી.આઈ.નું નિર્માણ કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ભણતરનું પ્રમાણે વધે અને ખૂબ ઓછા ખર્ચે શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે પૂ. ભાઈશ્રી દ્વારા દેવકા વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવેલ છે.
પૂ. ભાઈશ્રીની આ ભાગવત કથાને લઈને સમગ્ર રાજુલા તાલુકામાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહયા છે. આ ભાગવત કથાએ કોરોનાના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સીમિત શ્રોતાઓ સાથે કથાનું આયોજન હોવાથી માત્ર નિમંત્રીત શ્રોતાઓને કથામાં પ્રવેશ આપવામાં આવશે. તેવું આહીર સમાજના અગ્રણી અને કોંગ્રેસ આગેવાન બાબુભાઈ રામ દ્વારા જણાવવામાં આવેલ છે.
Recent Comments