ઢસા જં થી આંબરડી – પીપળવા રોડ સાત કિલોમીટરનો માર્ગ ૩.૭૫ની પહોળાઈ સાથે રૂપિયા દોઢ કરોડના ખર્ચે બનાવાશે
બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં જરૂરી રોડ રસ્તાઓ બનાવવામાં માટે તેની સતત રજુઆત રાજ્ય સરકારમાં સફળ અને અસરકારક રજુઆત કરવામાં આવતા રાજ્ય સરકાર લાખો રૂપિયાના માર્ગો લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં મંજુર કરવામાં આવી રહ્યા છે
ત્યારે લાઠી વિધાનસભા વિસ્તારમાં આવતા આંબરડી અને પીપળવા ગામ ના માર્ગ ઘણા સમયથી બિસમાર હાલતમાં છે ત્યારે અહીંના સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ માર્ગને ગઢસા જંકશન થી આંબરડી પીપળવા પેવર માર્ગ બનાવવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર ને રજુઆત કરવામાં આવી હતી
ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ઢસા જંકશન થી આંબરડી પીપળવાનો સાત કિલોમીટરનો માર્ગ ૩.૭૫ની પહોળાઈ સાથે નવો બનાવવાની રજુઆત રાજ્ય સરકારમાં કરવામાં આવતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ માર્ગ માટે દ્વારા રૂપિયા દોઢ કરોડ (૧.૪૦લાખ) ની ફાળવણી કરવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં ખુશીની
ધારાસભ્ય દ્વારા ત્વરિત અહીં કામગીરીનો શુભારંભ કરાવી માર્ગની ચાલતી કામગીરીનું સ્થળ પરિકક્ષણ પણ કરવામાં આવ્યું હતું
અહીં કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓને રોડનું પૂરતું સુપરવિઝન કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામ કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી તેમજ બાકી રહેતા રાજકોટ થી લાઠી રસ્તાને પણ તાજેતરમાં મંજૂરી આવી હતી આ કામ પણ જેમ બને તેમ ઝડપી કરવા મા આવે તો લોકો ને ઉપયોગી થાય તે માટે ધારાસભ્ય શ્રી એ સુચના આપી હતી
આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા,કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ઝવેરભાઈ રંઘોળીયા,ભગવાનભાઈ આહીર,નારણનગર,આંબરડી અને પીપળવા તેમજ નાના રાજકોટ ગામના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી
Recent Comments