fbpx
રાષ્ટ્રીય

બીજા તબક્કામાં મોદી સહિત મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિન લેશે


લોકોના ભ્રમને દૂર કરવા વડાપ્રધાન મોદી ખુદ વેક્સિન લેશે, તેની સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વેક્સિન આપવામાં આવશે
વર્તમાન લોકસભામાં ૩૦૦થી વધુ અને રાજ્યસભામાં ૨૦૦થી વધુ સાંસદ ૫૦ વર્ષથી વધુ વયના
છેલ્લા ૫ દિવસમાં ૭.૮૬ લાખ હેલ્થકેર વર્કર્સને વેક્સિનેટ કરાયા, બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાશે
નવુ વર્ષ ભારતના લોકો માટે નવી આશાઓ લઈને આવ્યુ, જ્યાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસ સામે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન શરૂ થઈ ગયુ. આ અભિયાનના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની રસી આપવામાં આવી રહી હતી. ત્યારબાદ બીજા તબક્કાનુ રસીકરણ અભિયાન શરૂ થશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ રસી મૂકવામાં આવશે.


વાસ્તવમાં રસીકરણની શરૂઆતથી જ આ સવાલ ઉઠી રહ્યા હતા કે પીએમ, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને અન્ય મોટા નેતા કોરોનાની રસી કેમ નથી લઈ રહ્યા. અમુક લોકો અફવાઓ પણ ફેલાવી રહ્યા હતા કે રસી વધુ સુરક્ષિત નથી. જેના કારણે નેતાઓ આને લેવાનુ ટાળી રહ્યા છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર આ ભ્રમને દૂર કરવા માંગે છે. જેના કારણે પીએમ મોદી ખુદ વેક્સીન લેશે. સાથે જ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. વર્તમાન સમયમાં લોકસભામાં ૩૦૦થી વધુ અને રાજ્યસભામાં ૨૦૦થી વધુ સાંસદ ૫૦ વર્ષથી ઉંમર પાર કરી ચૂક્યા છે. એવામાં તેમને પણ રસી મૂકાશે. આનાથી જનતા વચ્ચે વેક્સીન સુરક્ષિત હોવાનો મજબૂત સંદેશ જશે.

વળી, વેક્સીન વિશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી ત્યારે પણ પીએમે કહ્યુ હતુ કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. બીજા ફેઝમાં એ બધાને રસી મૂકાઈ જશે જે ૫૦ વર્ષથી ઉપરના છે. જાે કે હજુ એ નક્કી નથી કે બીજાે તબક્કો ક્યારે શરૂ થશે અને આ અંગે કોઈ ગાઈડલાઈન પણ નક્કી થઈ નથી. સૂત્રો મુજબ જે નેતાઓની ઉંમર ૮૦થી ઉપર છે તેમનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી શકે છે. જેમાં બે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચડી દેવગૌડાનુ નામ શામેલ છે.

બીજા તબક્કામાં લશ્કર, અર્ધલશ્કર દળના જવાનો સહિત ૫૦થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હાથ ધરાશે. જાે કે બીજાે તબક્કો ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી થઈ ગઈ છે. બીજા ચરણમાં વડાપ્રધાન, કેટલાક રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીવીઆઈપી લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં ઝડપથી આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સનુ રસીકરણ થઈ રહ્યુ છે. જે હેઠળ છેલ્લા પાંચ દિવસોમાં ૭.૮૬ લાખ લોકોને રસી મૂકાઈ છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા અમુક રાજયોમાં તો અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે પરંતુ દિલ્લ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓને વેક્સીન મળી શકી નથી. એવામાં તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે. આશા છે કે બીજાે તબક્કો એપ્રિલમાં શરૂ થઈ જશે.

Follow Me:

Related Posts