fbpx
સૌરાષ્ટ - કચ્છ

મંત્રી કુંવરજીએ સરકારી જમીન દબાવ્યાની કલેક્ટરને ફરિયાદ થતા મચ્યો ખળભળાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીંયાના ત્રણ ગામમાં ૧૦૦ વિધા સરકારી જમીન વાળી લેતા તેની સામે લેન્ડગ્રેબીગ એકટ મુજબ કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ જિલ્લા કલેકટરને થતા ખળભળાટ મચી ગયો છે. જસદણ-વિછીંયાના રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશકિતના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે કે કોટડા, અમરાપુર અને વિછીંયાની સરકારી ખરાબાની આશરે ૧૦૦ વીઘા જમીનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દબાણ કરી લીધું છે કુંવરજીભાઈના અમરાપુર શૈક્ષણિક સંકુલની અમુક જમીન કાયદેસર છે બાકીની જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરી છે.
શૈક્ષણિક સંકુલમાં નર્મદાની લાઈન પણ ડાયરેકટ લીધી છે તેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પાણી મળતું નથી. ફરીયાદમાં જણાવાયું છે કે કુંવરજીભાઈએ પોતાના સ્વાર્થ ખાતર અમરાપુર ગ્રામ પંચાયતના લેટર પેડમાં નકલી સહી કરી સરકારી જમીનમાં દબાણ કરી લીધું છે રાજકીય વગ વાપરી જમીનમાં દબાણ કરેલ હોય તાત્કાલીક જમીન ખાલી કરવાની માગણી કરવામાં આવી છે અને નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવા ફરીયાદ કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે ૧૦૦ વિધા જમીન દબાવી હોવાની ફરીયાદ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે હજુ સુધી અરજી મને મળી નથી ફરીયાદ મળે પછી તપાસ કરવામાં આવશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે મે કોઈ જમીન દબાવી નથી અરજીમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે ત્રણેય ગામની સરકારી જમીન ખુલ્લી છે.

Follow Me:

Related Posts