મોણવેલ ગામની ગૌશાળામાંથી મધ્યરાત્રિએ પાંજરે પુરાયેલ દિપડો નજરે પડે છે
મોણવેલમાં આતંક મચાવનાર આદમખોર દિપડો ગૌશાળામાંથી પાંજરામાં જડબેસલાક ત્રણ ત્રણ વાછરડીનું મારણ કરી દેવીપૂજક મહિલા પર ત્રાટકેલ દિપડો પાંજરે પુરાયો ધારી તાલુકાના મોણવેલ* ગામમાં આતંક મચાવનાર આદમખોર દિપડો ગામની ગૌશાળામાંથી ભારે જગતોજહેમત બાદ પાંજરે પુરતા ગ્રામજનોને રાહત થવા પામી છે મોણવેલ ગામના વેકરીયારોડ પર આવેલ ગૌશાળા આજુબાજુમાં પડ્યો પાથર્યો રહેતો ખુંખાર હિંસક દિપડો જંગલખાતાની ભારે જહેમત બાદ માંડ પાંજરે પરાયો છે વન અધિકારીઓ દ્વારા ગૌશાળામાં દિપડાને પ્રલોભન આપતું ગોઠવેલ પાંજરામાં કલકોની મહેનત બાદ મોડી રાત્રે ૩ઃ૩૦ કલાકે સપડાઈ જતા નાનકડા ગામડયા થરથરતા લોકોને રાહત થવા પામેલ પાંજરે પુરાયેલ દિપડો ગૌશાળામાં અલગ અલગ ત્રણ વાર ત્રાટક્યો હતો અને ત્રણેય વાર વાછરડીનું મારણ કરી જ્યાફત ઉડાવી ગયો હતો આટલું જ નહીં ગામના છેવાડે રહેતી એક દેવીપૂજક મહિલા પર મધ્યરાત્રિએ આજ દિપડાએ હુમલો કર્યો હતો જોકે સદનસીબે બૂમાબૂમ કરી મુકતા માત્ર પગમાં જ ઈજા થઈ હતી કોઈ જાનહાનિ થઈ ન હતી
Recent Comments