સરકારે ડેપ્યુટી કલેક્ટરથી માંડી મામલતદાર સંવર્ગના અધિકારીઓની કરી સામૂહિક બદલી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઇ ગયા છે ત્યારે સરકારે ડેપ્યુટી કલેક્ટરથી માંડી મામલતદાર સંવર્ગના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મામલતદાર સંવર્ગ-૨ના વિવિધ જિલ્લાના કલેક્ટર કચેરીના ૨૦ મામલતદારની જુદા-જુદા જિલ્લાઓમાં બદલી કરાઇ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર પાલિકા તથા નગર પાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મામલતદાર સંવર્ગ-૨ના અધિકારીઓને બદલીથી નિમણૂકના સ્થળે વધારાનો ચાર્જ આપવપામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ કેડરના ક્લાસ-૧ અધિકારીઓની સાગમટે બદલીઓના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે.
અમદાવાદ, જૂનાગઢ, ગાંધીનગર, મોરબી, ભાવનગર, નર્મદા, નવસારી, આણંદ અને ખેડા સહિતના વિવિધ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કમિશ્નર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને પૂરવઠા અધિકારી સહિતના વિવિધ કેડરના અધિકારીની આગામી ચૂંટણીને અનુલક્ષીને બદલી કરવામાં આવી છે. સરકારના ઠરાવ પ્રમાણે આ તમામ બદલીઓ પરની નિમણૂકો આગામી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
અમદાવાદના પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર જે.બી. બારૈયાની એડિશ્નલ સ્પેશિયલ લેન્ડ એક્વિજીશન ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. તેઓએ હાલના હોદ્દા પર વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના મિડ ડે મીલ ડેપ્યુટી કલેક્ટર જે.સી. પંડયાની ઔડામાં એસ્ટેટ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર કેચરીના એ.એચ. શેરશિયા બિન ખેતિ મામલતદારની ઔડામાં મામલતદાર તરીકે નિમણૂક કરાઇ છે.
Recent Comments