છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૮૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા
ભારતમાં કુલ ૧૫,૮૨,૨૦૧ લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તેની સાથે સારા સમાચાર એ છે કે હવે માત્ર ૧.૭૦ ટકા એક્ટિવ કેસ રહ્યા છે. આમ રિકવરી રેટમાં નોંધપાત્ર સુધારો જાેવા મળી રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૮૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૫૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૫૪,૫૩૩ થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩ લાખ ૧૬ હજાર ૭૮૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૫,૯૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૮૪,૪૦૮ એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૬.૮ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૩૩૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૩ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૧૭,૬૬,૮૭૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૭,૮૧,૭૫૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૭૦૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૩૭૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૩૯ ટકા છે. રાજયમાં આજે ૩૧,૧૧૬ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૭૮,૩૧૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
Recent Comments