કંગનાએ એક ચૌંકાવનારી પોસ્ટ શેર કરી નેશનલ અવોર્ડ ફંકશનની એક ઘટના વિશે વાત કરી
બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્સેટાઇલ એકટ્રેસ છે. તેમણે પોતાની દરેક ફિલ્મથી દર્શકોનો પ્રભાવિભત કર્યા છે. તેમની કારર્કીદીની શરૂઆતની ફિલ્મ ‘ફેશનને પ્રેક્ષકો તેમજ વિવેચકોનો પણ સારો તિસાદ મળ્યો હતો.જાે કે કંગનાએ પોસ્ટ કરીને એક . ચોંકાવનારી વાત જણાવી છે. અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેણે ફિલ્મ ‘ફેશન’ માટેના તેમના પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડની તસવીર શેર કરી છે.
પોસ્ટમાં તેમણે લખ્યું, “’પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડ, આ એવોર્ડ સાથે ઘણી યાદો જાેડાયેલી છે. હું આ સન્માન મેળવનાર સૌથી નાની ઉંમરની અભિનેત્રી હતી. ફેશન મહિલા આધારિત ફિલ્મ હતી. તેના માટે મને પુરસ્કાર પણ મહિલા રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો હતો.. જાે કે આ સમયે મારી પાસે આ એવોર્ડ સેરેમની માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા. મેં જાતે જુગાડ કરીને તે સમયે ડ્રેસ ડિઝાઇન કર્યો હતો”
Recent Comments