fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ ઇતિહાસમાં પ્રથમવાર ૧૦૧ રૂ.પ્રતિ લિટરે પહોંચ્યું

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બુધવારે ફરી વધારો થયો છે. આ મહિને દસમી વખત અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને વટાવી ગઈ છે. ગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ ૯૮.૪૦ રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ પેટ્રોલ ૧૦૧.૮૦ રૂપિયા પ્રતિ લિટર થઈ છે, જ્યારે ડીઝલ ૯૦ રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૩.૪૮ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૨.૨૪ રૂપિયા છે.
આ સિવાય મુંબઈમાં પેટ્રોલ ૯૨.૮૬ અને દિલ્હીમાં ૮૬.૩૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જાન્યુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૧૦મી વખત વધારો થયો છે. આજે ડીઝલ અને પેટ્રોલ બંનેમાં ૨૫-૨૫ પૈસાનો વધારો જાેવા મળ્યો છે. આ પહેલાં સોમવારે પણ ડીઝલ-પેટ્રોલની કિંમત વધી હતી.
આ મહિને દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨.૫૯ રૂપિયા અને ડીઝલમાં ૨.૬૧ રૂપિયાનો વધારો થયો છે. ૭ ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલ ૮૩.૭૧ રૂપિયા અને ડીઝલ ૭૩.૮૭ રૂપિયા/લિટર વેચાયું હતું. એ પછી ૨૯ દિવસ સુધી પૈસા વધ્યા ન હતા. ૬ જાન્યુઆરીએ આ મહિને પ્રથમ વખત એના ભાવ વધારવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts