fbpx
અમરેલી

સેફ્રોન વર્લ્ડ સ્કૂલમાં 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

હાલ કોરોની વૈશ્વિક મહામારીને માત આપી લાંબા સમય ગાળા બાદ શાળા જીવંત થઇ છે ત્યારે આજ રોજ 72 માં ગણતંત્ર દિવસના શુભદિને શાળામાં ધ્વજ વંદન તથા પરેડ સાથે આ શુભદિનની ઊજવણી કરવામાં આવી હતી . કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ શાળામાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે સંપૂર્ણ સાવધાની રાખી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી . આજનો દિવસ બાળકોને પોતાની સ્વતંત્રતાની સાથે દેશ , સમાજ તથા પરિવાર પ્રત્યેની જવાબદારીથી અવગત કરાવે છે . આજરોજ કાર્યક્રમમાં બાળકો સાથે શિક્ષકો તથા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ જોષી તથા શ્રીમતિ જયશ્રીલેખા ચક્રવતિ મેડમ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts