ભારત સરકારશ્રી દ્વારા સ્વ.કેશુભાઈ પટેલને પહ્મભૂષણ એવોર્ડ આપવાની પસંદગીને આવકારતું ડાયનેમિક ગૃપ
સ્વ.કેશુભાઈ પટેલની કામગીરી કેન્દ્રમાં રાખીને માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કેશુબાપાને પહ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી તે બદલ ભારત સરકાર તથા મોદીજીનો આભાર . ભારત સરકારશ્રી દેશનું સર્વોચ્ચ સન્માન સ્વ.કેશુભાઈ પટેલને આપતી હોય તો પટેલ સમાજની સર્વોચ્ચ સંસ્થાઓમાં સ્વ.કેશુભાઈ પટેલનું સ્ટેચ્ય મુકી સન્માન આપવું જોઈએ – હરેશ બાવીશી . દેશનાં ૭૨ માં ગણતંત્ર ઉજવણી દિન પર ભારત સરકાર વતી દેશના પ્રધાનમંત્રી માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી માન.સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી તેને ડાયનેમિક ગૃપ અમરેલીનાં પ્રમુખ પ્રા.હરેશ બાવીશીએ આવકારીને ભારત સરકાર તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે તથા ડાયનેમિક ગૃપ – અમરેલીનાં પ્રમુખશ્રી હરેશ બાવીશીએ જણાવ્યું છે કે સ્વ.કેશુભાઈ પટેલની સેવા – નિષ્ઠાની ભારત સરકારે નોંધ લઈને પહ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી તે સમગ્ર ગુજરાત રાજય માટે ગૌરવરૂપ ઘટના છે . વધુમાં શ્રી બાવીશીએ જણાવ્યું હતુ કે રાજય અને દેશના લોકોનાં હદયમાં જેનું સ્થાન છે તેવા સ્વ.કેશુભાઈ પટેલનાં કાર્યોની ભારત સરકાર નોધ લેતું હોય ત્યારે ગુજરાતની તમામ પટેલ સમાજની સંસ્થાઓમાં સ્વ.કેશુભાઈ પટેલનું સ્ટેચ્યું મુકીને તેમને તથા તેમના યોગદાન અને કાર્યોને સન્માન આપવું જ જોઈએ કારણ કે તે આપણી ફરજ છે .
Recent Comments