ટ્રેક્ટર રેલી હિંસામાં ઘાયલ થનાર પોલીસકર્મીઓને મળ્યા ગૃહમંત્રી શાહ
ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા અમિત શાહે ઘાયલોના હાલચાલ જાણ્યા. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને કેસ દાખલ કરાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી પોલીસના ઘાયલ જવાનોને મળ્યા. દિલ્હીમાં ગણતંત્ર દિવસે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ભડકી ઉઠેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. અમિત શાહે તેમની મુલાકાત કરી.
અત્રે જણાવવાનું કે આ હિંસામાં ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૨૫ જેટલી એફઆઈઆર દાખલ થઈ છે.
Recent Comments