fbpx
રાષ્ટ્રીય

નવા કૃષિ કાયદા દેશની ૮૦ ટકા વસ્તીને પ્રભાવિત કરે છે તેજસ્વી યાદવે ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરી સરકાર પર પ્રહાર કર્યા

દિલ્હીમાં દીનઘુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે ખેડૂત આંદોલનને હવે રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહયું છે. પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટી બાદ હવે બિહારની રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)એ પણ ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.

તેજસ્વી યાદવે ખેડૂતોને સમર્થન જાહેર કરતા જણાવ્યું છે કે નવા કૃષિ કાયદા દેશની લગભગ ૮૦% વસ્તીને પ્રભાવિત કરે છે. અમે મહાગઠબંધનના લોકો મજબૂતીથી ખેડૂતોની સાથે ઉભા છીએ.. તેજસ્વી યાદે આગળ જણાવ્યું કે જયારે આરજેડીની સરકાર હતી ત્યારે એમેસી કરતા પણ વધુ ભાવ પર ખેડૂતો પાસેથી પાક ખરીદવામાં આવતો હતો. સાથે જ તેમને સવાલ કર્યો હતો કે આ મામલે નીતીશ કુમાર શા માટે મૌન ધારણ કરીને બેઠા છે.

સાથે જ તેજસ્વી યાદવે કૃષિ કાયદાના વિરોધમાં માનવ સાંકળ રચવાની જાહેરાત કરી છે. તેજસ્વી યાદવે જણાવ્યું કે ત્રણ કાળા કૃષિ કાયદાના વિરોધમાં આવતીકાલે અમે જે માનવ સાંકળ રચવાના છે તેની તૈયારીઓને લઈને અમારી વચ્ચે ચર્ચાઈ થઇ છે. દરેક જિલ્લામાં સમન્વય સમિતિ બનાવીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts