આ દુર્ઘટનામાં ૧૦ લોકો ઘાયલ થયાઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતઃ ૧૦ લોકોના મોત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાથી દુઃખદ સમાચાર છે. અહીં મુરાદબાદ-આગ્રા હાઈવે પર શનિવારની સવારે દર્દનાક દૂર્ઘટના બની ગઈ. દૂર્ઘટનામાં લગભગ ૧૦ લોકોના મોત થઈ ગયા જ્યારે આ દૂર્ઘટનામાં લગભગ ૧૦ લોકો ઘાયલ થઈ ગયા. દૂર્ઘટનાની સૂચના મળતાં જ પહોંચેલી પોલિસે બધા શબોને કબ્જામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે. વળી, ગંભીર રીતે ઘાયલ લોકોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
આ ભીષણ અકસ્માત શનિવારની સવારે મુરાદાબાદ જિલ્લાના કુંદરકી પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં થયો છે. મળતી માહિતી મુજબ આ દૂર્ઘટના ધૂમ્મસમાં ઓવરટેક કરવાના કારણે થઈ છે. ગાઢ ધૂમ્મસના કારણે મિની બસ અને કેન્ટર સહિત ત્રણ વાહન પરસ્પર ટકરાઈ ગયા હતા. દૂર્ઘટના બાદ ચીસાચીસ સાંભળીને સ્થાનિક લોકોએ પોલિસને સૂચના આપી. સૂચના પર કુંદરકી પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ.
મુરાદાબાદ એસએસપીના જણાવ્યા મુજબ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી ૧૦ લોકોના મોત થઈ ગયા છે જ્યારે ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ છે. બધા ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નજરે જાેનાર સાક્ષીએ જણાવ્યુ છે કે આ દૂર્ઘટના ઓવરટેક કરવા દરમિયાન થયુ છે. દૂર્ઘટનામાં ત્રણ વાહન પરસ્પર ટકરાઈ ગયા હતા.
વાસ્તવમાં એક ખાનગી મિની બસ કુંદરકીથી મુસાફરોને લઈન મુરાદાબાદ જઈ રહી હતી. બસ જેવી નૈનપુર પુલિયા પાસે પહોંચી ત્યારે સામે આવેલી કેન્ટરે બસને ટક્કર મારી દીધી. આ દૂર્ઘટનામાં કેન્ટર પલટી ગઈ જ્યારે બસનો આગલો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો.
આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. સીએમ યોગીએ મુરાદાબાદની ઘટના વિશે જાણીને જિલ્લા અધિકારી અને એસપીને ઘટના સ્થળે પહોંચવા માટે નિર્દેશ આપ્યા છે. માર્ગ અકસ્માતમાં ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક મદદ અને મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની આર્થિક મદદના નિર્દેશ આપ્યા છે. તેમણે ઘાયલોનો સમુચિત ઈલાજ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ અધિકારીઓને આપ્યા છે.
Recent Comments