fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા માટે આવી ૩૦ હજાર ઓનલાઈન અરજી

રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્કની ખાલી પડેલી ૧૨૨ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત અત્યાર દિવસ સુધીમાં રેકોર્ડ બ્રેક ૩૦ હજાર ઓનલાઈન અરજીઓ આવી ગઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ અરજી હજુ આગામી તા.૯ ફેબ્રુઆરી સુધી સ્વીકારવાનું ચાલુ રહેશે. ત્યારે આ આંકડો હજુ પણ વધે તેવી સંભાવના છે.
આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ ૬૦ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે ૬૦ હજાર જેટલી અરજીઓ આવી હતી અને તેમાંથી ૪૯ હજાર અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી હતી તેની તુલનાએ હજુ આ ભરતી પ્રક્રિયામાં ઓછી અરજી આવી છે તેમ છતાં હજુ ૯ ફેબ્રુઆરી સુધી અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે આથી વધુ અરજીઓ આવે તેવી પુરી સંભાવના છે. આ વખતે પણ આંકડો ૫૦ હજારને પાર કરે તેવી શક્યતા છે.

આ ઉપરાંત અંગે સૂત્રોએ ઉમેર્યું હતું કે જુનિયર કલાર્કની ભરતી ઉપરાંત ફાયરબ્રિગેડ શાખાની ભરતી પ્રક્રિયામાં પણ બહોળી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી જેમાં જુનિયર ફાયરમેનની પોસ્ટ માટેની પ્રેક્ટિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

Follow Me:

Related Posts