રાજુલામાં સ્વજનની પુણ્યતિથિ નિમિતે તાલુકામાં 5 મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું 75 બોટલ રક્તદાન થયું

અન્ય સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય થતા ગ્રામજનો જોડાયા
રાજુલા તાલુકામાં ભવ્ય 5 મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ માટે આજરોજ ડુંગર અને વિસળિયા ખાતે આયોજન કરાયું હતું જેમાં બન્ને મળીને 75 બોટલ રક્તદાન થયું હતું
રાજુલામાં વેપારી સ્વ દિનેશભાઇ સરવૈયા ની પાંચમી પુણ્યતિતિથી નિમિતે રાજુલા શહેર જાફરાબાદ શહેર ટીંબી વિસળિયા અને ડુંગર એમ પાંચ જગ્યાએ તા 31 થી 4 સુધી ભવ્ય પાંચ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારને સરળતાથી જરૂરિયાતના સમયે બ્લડ મળી રહે તે માટે આ ભગીરથ કાર્ય થતા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
આ માટે સાગરભાઈ સરવૈયા ચિરાગભાઈ જોશી વિક્રમભાઈ શિયાળ ચેતનભાઈ શિયાળ હરેશભાઈ જેઠવા ડો બાવલિયા નરેશભાઈ પુરોહિત ભરતભાઇ જોશી નનકાદાદા શૈલેષભાઇ નકુમ યોગેશભાઈ ભટ્ટ સરપંચ વિક્રમભાઈ શિયાળ મહંત મહેશદાસબાપુ માનસુખદાદા રાભ ડા સેફા દાદા રવીરામ બાપુએ દીપ પ્રાગટ્ય કર્યું હતું સાથે કમલેશભાઈ મકવાણા રાજાભાઇ શિયાળ સહિતના એ જહેમત ઉઠાવી હતી
Recent Comments