fbpx
ગુજરાત

આજનું બજેટ આર્થિક અસમાનતા અને મોંઘવારી વધારતુઃ મનીષ દોષી

નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોને આવકારતાં બજેટ મુદ્દે હવે ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું છે. બીજી બાજુ રાજકીય રીતે પણ બજેટ ચર્ચાનું વિષય બન્યું છે. આજે રજૂ થયેલા બજેટ પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે આર્થિક અસમાનતા અને મોંઘવારી વધારતુ બજેટ આજે સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આઈટી માળખામાં છૂટછાટ ન આપતા નોકરીયાતને અન્યાય કરાયો હોવાનો આક્ષેપ મોદી સરકાર પર કર્યો છે. આ સિવાય ભાજપ સરકારમાં વધુ ૪ કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે. જાહેર કરેલા ૭૦ ટકા યોજનાઓ હકીકતમાં આવી નથી. સતત ત્રણ બજેટથી શિક્ષણના બજેટમાં ઘટાડો કરાયો છે. પેટ્રોલ-ડીઝલ પર સેસ નાખતા મોંઘવારીમાં વધારો થશે. ખેડૂતો માટે પણ બજેટમાં ખાસ રાહત આપવામાં આવી નથી. કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી રહી નથી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસને ઇન્કમટેક્સના માળખામાં છૂટછાટ ના આપીને નોકરિયાતને અન્યાય કરાયો છે.
આર્થિક અસમાનતા વધારતું અને મોંઘવારી વધારતું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. વિશ્વના ૪૫ દેશોએ નાગરિકોના હાથમાં નાણાં આપ્યા છે. મોદી સરકારે ઉદ્યોગકારોને રાહત અને સામાન્ય નાગરિકોને ઠેંગો આપ્યો હોવાના આક્ષેપ કર્યા છે. મનીષ દોશીએ ઉમેર્યું હતું કે, ભાજપ સરકારમાં વધુ ૪ કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે. જાહેર કરેલ ૭૦ ટકા યોજનાઓ હકીકતમાં આવી નથી. સતત ત્રણ બજેટથી શિક્ષણના બજેટમાં ઘટાડો કરાયો છે. ૭.૫૦ કરોડ લોકોએ ભાજપ સરકારની નીતિના કારણે રોજગારી ગુમાવી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પેટ્રોલ-ડીઝલ પર સેસ નાંખતા મોંઘવારીમાં વધારો થશે. આ બજેટમાં ખેડૂતો માટે ખાસ રાહત આપવામાં આવી નથી. બીજી બાજુ ગુજરાતના ઉદ્યોગ જગતમાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મનોહર ચાવડા સહિત અગ્રણીઓનું કહેવું છે કે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે જે આવકારદાયક છે. સ્ટાર્ટ અપ અને નવા ઉદ્યોગોને આ બજેટથી લાભ થશે. જ્યારે જુના ઉદ્યોગોને લાભ શુ થશે તે હજુ સ્પષ્ટ થયું નથી. વડોદરા કેમિકલ કેપિટલ છે પરંતુ આ બજેટમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ ખાસ આયોજન નથી. કુલ મળીને હ્લય્ૈંના અગ્રણીઓએ આ બજેટને ૧૦ માંથી ૮ માર્ક આપ્યા હતા.
ટેક્ષટાઇલ ઉદ્યોગકાર આશીસ ગુજરાતીએ કહ્યું કે, મેગા પાર્કની માંગણી સ્વીકારાય છે. યાર્ન પરથી એન્ટીડમ્પિંગ ડ્યુટી ઘટાડાય છે. ચાંદી ઉપર પર ઘટાડો થતાં રાહત મળશે. સવિડી ડાયમંડ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવું આવકારદાયક છે. તો ટેક્ષ કન્સલ્ટન્ટે કહ્યું કે, આ બજેટને ૧૦માંથી ૭ માર્ક્સ આપી શકાય છે. બજેટ આવકારદાયક છે. સિનિયર સીટીઝન માટે નવો ક્રાઈટેરિયા આવકારદાયક છે. કેસનો રિઓપનિંગ પિરિયડ ૬ વર્ષના સમયને ૩ વર્ષ કરવો આવકારદાયક છે. ફેસલેસમાં અન્યાય નહીં થાય તે માટે વીડિયો કોન્ફરન્સનો બેનિફિટ મળશે.

Follow Me:

Related Posts