fbpx
ગુજરાત

રાજ્યમાં કોરોના ગાઈડ સાથે ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્યનો થયો શુભારંભ

વિદ્યાર્થીઓ ને એમડબલ્યુ એફ એટલે કે મંડે, વેન્સ્ડે અને ફ્રાઇડે બોલાવવાનું નક્કી કર્યુ

રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા છે અને સાથે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે પહેલી ફેબ્રુઆરીથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ અને ૧૧ ના શૈક્ષણિક વર્ગો પણ શરૂ થયા છે. ત્યારે હવે શાળામાં ધોરણ ૧૦થી ૧૨ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થયો છે. પરંતુ શાળામાં ચાર વર્ગોના વિદ્યાર્થીઓની ભીડને ધ્યાને રાખીને હાલ શાળાના સંચાલકોએ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે એમએફડબલ્યુ સિસ્ટમ લાગુ કરી છે.

જ્યારે ધોરણ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ટીટીએસ સિસ્ટમ અપનાવી છે. ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેને લઈ હવે શાળામાં ૯થી ૧૨ના વર્ગો ચાલશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓએ કોવિડ ૧૯ને લગતી તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓની ભીડ એકઠીના થાય તેને લઈ હાલ પૂરતા વિદ્યાર્થીઓ ને એમડબલ્યુ એફ એટલે કે મંડે, વેન્સ્ડે અને ફ્રાઇડે બોલાવવાનું નક્કી કર્યુ છે જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ટીટીએસ એટલે કે ટયૂઝડે, થર્સડે બોલાવવામાં આવશે. મેમનગરની દિવ્યપથ સ્કુલના સંચાલક સંજય પટેલે જણાવ્યું કે હવે, ધોરણ ૯થી ૧૨ની શાળા ચાલશે એટલે વિદ્યાર્થીઓની ભીડ ના થાય માટે આ પ્રકારની સિસ્ટમ અપનાવી છે. અત્યાર સુધી રોજ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો ચાલતા હતા.

આ સિસ્ટમ પ્રમાણે ૧૦ દિવસ જાેઈશું. વિદ્યાર્થીઓ તકલીફ ન પડે તે રીતે આગળ ર્નિણય લેવાશે. હાલ ધોરણ ૯થી ૧૨ ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ઉપરાંત ઓનલાઇન પણ ભણાવીએ છીએ.જે વાલી બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી તેમના માટે ઓનલાઈન વિકલ્પ ખુલ્લો છે. શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક બાબતે જાગૃત કરીએ છીએ.

Follow Me:

Related Posts