fbpx
રાષ્ટ્રીય

વિમાની રકમ ૧ લાખથી વધારીને ૫ લાખ કરાઇ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો મળશે ૫ લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૧ માં બેંકોના ખરાબ દેવાઓને મેનેજ કરવા માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારે બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે, કેન્દ્ર સરકારે વીમાની રકમ ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ કરી દીધી છે. મતલબ કે જાે તમે તમારા પૈસા બેંકમાં રાખશો, તો તમને ૫ લાખ રૂપિયા મળી શકશે. એટલે કે, બેંકો બંધ થવા પર ગ્રાહકોને મળતું નુકસાન ચૂકવી શકાય છે. અગાઉ બેંકમાં રાખેલા પૈસાનો વીમો એક લાખ રૂપિયા હતો, પરંતુ સરકારે તેમાં વધારો કર્યો છે. તે જ સમયે, સરકાર બેંકોના ખરાબ દેવાઓને મેનેજ કરવા માટે એક કંપની બનાવશે. આ સાથે નાણાં પ્રધાને બેંકોના પુનઃ પુંજીકરણ માટે ૨૦ હજાર કરોડની બજેટ જાેગવાઈ કરી છે. તેમણે કહ્યું કે સરકાર બેંકોને ૨૦ હજાર કરોડની મૂડી પૂરી પાડશે.

જાહેર ક્ષેત્રની બેન્કો માટે બજેટમાં સરકારે ૨૦ હજાર કરોડની ફાળવણી કરી

નાણાપ્રધાન ર્નિમલા સીતારામણે બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નાણાપ્રધાને જાહેર ક્ષેત્રની બેન્કો માટે બજેટમાં રુ ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. બેન્કોને બેડ લોન્સ (ડૂબેલી લોન)માંથી ઉગારવા માટે એસેટ રિકન્ટ્રક્શન કંપની એન્ડ એસેટ મેનેજમેન્ટ કંપની રચવાની પણ જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts