હોમ લોનના વ્યાજની ૧.૫૦ લાખની છૂટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવાઇ
નાણામંત્રી ર્નિમલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી.
નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં હોમ લોનના વ્યાજ પર મળતી રાહત અંગે મોટી જાહેરાત કરી હતી. ર્નિમલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની ૧.૫૦ લાખ રૂપિયાની રકમને આવકવેરામાંથી બાદ આપવો ર્નિણય લીધો હતો. બે લાખ રૂપિયા સૂધીના હોમ લોનના વ્યાજને મળતી મુક્તિ મર્યાદા સિવાય વધારાનો આ લાભ હતો. આ યોજનાનો લાભ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી લંબાવાયો છે. મતલબ કે, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ વધારાનો ૧.૫૦ લાખ વધુ એક વર્ષ સુધી મળશે.
Recent Comments