અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવેલ છે કે મોદી સરકારનું બજેટ સરકારના માનીતા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતું બજેટ છે. આ બજેટમાં કોરોનાના કહેરમાં પાયમાલ થયેલ ખેડૂતો, નાના ઉદ્યોગ, વેપારીઓ અને બેરોજગાર થયેલ મજૂર અને મઘ્યમ વર્ગની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. કરોડો અબજોના બણગાં ફૂંકતી નરેન્દ્ર મોદી સરકારે ન તો વીજબિલ માફ કર્યા, ના સ્કૂલ ફી, ખેડૂતો- વેપારીઓ કે મઘ્યમ વર્ગના લોનના હપ્તા કે વ્યાજ માફ ન કર્યા.
આવકવેરા સ્લેબ પણ યથાવત રાખી મઘ્યમ વર્ગ નોકરિયાતને કોઇ રાહત આપી નથી. કોરોનાવાયરસની રસી દેશની સમગ્ર જનતાને મફત આપવા કોંગ્રેસે માંગણી કરેલ છે તે બાબતે કોઈ જાહેરાત ન કરી જનતાને ફરી હથેળીમાં ચાંદ બતાવેલ છે.
બજેટ પહેલા દેશનીજનતાને પેટ્રોલ ડીઝલ અને ગેસના અસહ્ય ભાવ વધારાને આપી દીધો છે જે જનતા સારી રીતે જાણે છે. ટૂંકમાં પોતે જાતે જ પોતાની પીઠ થાબડી બજેટને સારું કહે છે હકીકતમાં બજેટ આમ જનતા લક્ષી નથી. અસહ્ય મોંઘવારી ઘટાડવા કોઈ પગલા આ બજેટ માં લીધેલ નથી. આ બજેટ માત્ર ઉદ્યોગપતિના ફાયદાનું જ ગણાય અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો વળતો જવાબ આપશે.
Recent Comments