fbpx
સૌરાષ્ટ - કચ્છ

વઢવાણમાં અઠવાડિયે ૨.૪૦ કરોડ લિટર પાણીના વિતરણ સામે ૧ કરોડ લિટર પાણી વેડફાય છે

વઢવાણમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાય છે. ત્યારે જુદા જુદા ઝોનમાં કુલ ૧૨ એમએલડીનું વિતરણ કરતા તેમાંથી અંદાજે ૫ એમએલડી પાણીનો બગાડ થતો હોવાની એક સર્વેમાં વિગતો બહાર આવી હતી. આથી પાણીનો બગાડ ન કરવા લોકોને મૌખિક સૂચના સાથે આગામી સમયમાં નોટિસની પણ કાર્યવાહીની તંત્રે ચીમકી આપી હતી. વઢવાણની શહેરની જનતાને ધોળીધજા ડેમમાંથી દર પાણીના વારે ૧૨ એમએલડી પાણી લાવીને પુરૂ પાડવામાં આવે છે. જેના માટે ૭૫ હોર્સ પાવરની ૩ મોટર અને ૫૦ હોર્સ પાવરની ૩ મોટરનો ઉપયોગ થાય છે. જે શહેરમાં કુલ ૮ સમ્પ અને ૫ પાણીની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે.
ત્યા

રે શહેરના ચાર ઝોનમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ દર ત્યારે પાણીનો બગાડ થતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ હતુ. કારણ કે દર ઉનાળાના સમયે શહેરમાં પીવાના પાણીના પ્રશ્નો થાય છે. આથી સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફઓફિસર સંજયભાઈ પંડયા તેમજ એન્જિનિયર કે.જી.હેરમા દ્વારા પીવાના પાણીનો બગાડ અટકાવવા સૂચના આપી હતી. જેને ધ્યાને લઇને એન્જિનિયર જયેશભાઇ સોલંકી કુલદિપભાઈ પરમાર, વિવેકભાઈ હડીયલ સહિતની ટીમે સર્વે હાથ ધર્યો હતો.

જેમાં શહેરના નવાદરવાજા બહાર અને અંદર, સતવારાપરા, ધોળીપોળ, શિયાણીનીપોળ સહિતના વિસ્તારોની શેરી,ગલ્લીઓમાં પાણીનો વેડફાટ બહાર આવ્યો હતો. અને લોકો પોતાની પાણીની ટાંકીઓ, ટાંકાઓ,કુંડીઓ ભરાઇ જવા છતા નળ બંધ ન કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ ઉપરાંત પીવાના પાણીનો પણ ઘરના ફળીયા, રોડ રસ્તા ધોવામાં લોકો વાપરી નાંખે છે. પરિણામે ૧૨ એમએલડીમાં અંદાજે ૫ એમએલડી પાણીનો બગાડ થતો હોવાનું તંત્રે જણાવ્યું હતુ. અને જ્યાં જ્યાં પાણીનો બગાડ થાય છે તે રહીશોને બગાડ ન કરવા તેમજ પાણી ભરાય જાય ત્યારે નળને બંધ કરવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી. જાે આ બગાડ નહીં અટકે તો પાણીનો વેડફટા લોકોને નોટિસો આપી કાર્યવાહી હાથ ધરાશે.

Follow Me:

Related Posts