fbpx
રાષ્ટ્રીય

પાણી સમજીને સેનિટાઈઝર પી ગયા મુંબઈ કોર્પોરેશનના જાેઈન્ટ કમિશનર…!!

એશિયાના સૌથી ધનાઢ્ય ગણાતા મુંબઈ કોર્પોરેશનનુ શિક્ષણ બજેટ આજે રજુ થઈ રહ્યુ છે.જાેકે એ પહેલા એક વિચિત્ર ઘટના બની હતી.

મુંબઈ કોર્પોરેશનના જાેઈન્ટ કમિશનર રમેશ પવાર આ બજેટ રજુ કરવાના હતા.એ પહેલા તેમને તરસ લાગી હતી અને તેમણે સામે મુકાયેલી બોટલને મોઢે માંડી હતી.જાેકે તેમણે એક ઘૂંટડો પીધો હતો ત્યારે ખબર પડી હતી કે, બોટલમાં પાણી નથી બલ્કે સેનિટાઈઝર છે.તેમણે તરત સેનિટાઈઝ મોઢામાંથી બહાર કાઢી નાંખ્યુ હતુ અને તેમને તરત જ બીજી પાણીની બોટલ આપવામાં આવી હતી.

આ પહેલા એડિશનલ કમિશનર આશુતોષ સલિલ બજેટ રજૂ કરવાના હતા પણ તેમની તબિયત અચાનક ખરાબ થતા બજેટ રજૂ કરવાની જવાબદારી રમેશ પવાર પાસે આવી હતી.તેઓ કોર્પોરેશનના સભાગૃહમાં પહોંચ્યા બાદ તેમને બજેટ આપવામાં આવ્યુ હતુ.બજેટ વાંચતા પહેલા તેમને તરસ લાગી હતી.ટેબલ પર બે બોટરલો પડી હતી.જેમાં એક પાણીની અને એક સેનિટાઈઝરની હતી.તેઓ સેનિટાઈઝરની બોટલને પાણીની બોટલ સમજીને મોંઢે માંડી હતી.જાેકે તેમને તરત ખ્લાય આવી ગયો હતો.

મુંબઈ કોર્પોરેશનના શિક્ષણ બજેટમાં ૨૯૪૫ કરોડ રુપિયાની જાેગવાઈ કરવામાં આવી છે.જે ગયા વર્ષ કરતા એક કરોડ રુપિયા વધારે છે.

Follow Me:

Related Posts