ગાઝીપુર પહોંચ્યા ૧૫ વિપક્ષી નેતાઓને પોલીસે રોક્યા
કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેસા ખેડૂત આંદોલનનો આજે ૭૧મો દિવસ છે પરંતુ હજી કઈ ઉકેલ આવે તેવી શક્યતા લાગતી નથી. આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર હચલચ જાેવા મળી છે. શિરોમણી અકાળી દળના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ સહિત ૧૦ વિપક્ષે ૧૫ નેતા આજે ખેડૂતોને મળવા ગાઝિપુર પહોંચ્યા હતા. જાેકે પોલીસે તેમને ત્યાં રોકી દીધા હતા. હરસિમરત કૌર બાદલે કહ્યું, અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે સંસદમાં ખેડૂત આંદોલન વિશે કઈક કહી શકીએ. કારણકે હાલ સ્પીકર અમને ગૃહમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવવા નથી દેતા. હવે દરેક પાર્ટી તેમને જણાવશે કે, ખેડૂત આંદોલનમાં શું ચાલી રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું છે કે, અમેરિકા કોઈ પણ શાંતિપૂર્ણ ચાલતા આંદોલનનું સમર્થન કરે છે. આ લોકતંત્રની ઓળખ છે.
જાે કોઈ મતભેદ હોય તો તેમની સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવવો જાેઈએ. ભારતમાં સુપ્રીમ કોર્ટે પણે આ જ કહ્યું છે. ખેડૂતો વિશે શરૂ થયેલા હોબાળા વચ્ચે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાના વખાણ કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, આ કૃષિ સુધારાથી ભારતીય બજાર મજબૂત બનશે અને ખાનગી રોકાણ પણ વધશે. કાયદો પરત લેવાની જીદ પર અટકેલા ખેડૂતોએ બુધવારે હરિયાણાના જિંદ જિલ્લાના કંડેલા ગામમાં મહાપંચાયત કરી હતી. તેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, તેઓ હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ નેતા સાથે વાતચીત નહીં કરે.
હવે વડાપ્રધાન અથવા ગૃહમંત્રીએ વાતચીત માટે આગળ આવવું પડશે. ટિકૈતે આગળ કહ્યું હતું કે, અત્યારે તો ખેડૂતો ખાલી કાયદો પરત લેવાની વાત જ કરે છે, જ્યારે ગાદી પરત લેવાની વાત કરીશું ત્યારે સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે ત્યારે કિલ્લે બંધીનો સહારો લે છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બોર્ડર પર જે કિલ્લાબંધ કરવામાં આવી છે તેવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી.
Recent Comments