કરણ જાેહરે રિહાનાની ટ્વીટનો આપ્યો જડબાતોડ જવાબ અને કહ્યું આપણે કોઇને પણ પોતાને વહેંચાવા દેવા જાેઇએ નહીં
ખેડૂત આંદોલનને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર હલચલ તેજ થઇ ગઇ છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં તેના પર એક પછી એક રિએકશન આવી રહ્યા છે. અક્ષય કુમાર, અજય દેવગણ અને કંગના રાનૌત જેવા સ્ટાર્સ બાદ હવે પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડાયરેકટર કરણ જાૈહરે પણ ટ્વીટ કરી છે. જે ખૂબ વંચાય રહી છે. કરણ જાૈહરનું કહેવું છે કે આપણે કોઇને પણ પોતાને વહેંચાવા દેવા જાેઇએ નહીં. તેમણે પોતાની ટ્વીટમાં હેશટેગ ઇન્ડિયા ટુગેદર પણ જાેડ્યું.
કરણ જાેહરે પોતાની ટ્વીટમાં લખ્યું કે આપણે ઉથલપાથલ ભર્યા સમયમાં રહીએ છીએ અને દરેક અવસર પર સંયમ બનાવી રાખવાની જરૂર છે. આવો આપણે મળીને દરેક શકય પ્રયાસ કરીએ કે આપણે એવું સમાધાન નીકાળીએ જે તમામ માટે કામ કરે. આપણા ખેડૂત ભારતની કરોડરજ્જુ છે. આપણે કોઇને પણ ખુદને વહેંચાવા દેવા જાેઇએ નહીં. કરણ જાેહરની આ ટ્વીટ પર યુઝર્સ જાેરદાર રિએકશન આપી રહ્યા છે.
Recent Comments