જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ
જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. 66વર્ષીય પુષ્પાબેને થોડા વર્ષ અગાઉ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે સાથે તેમને ખાવા-પીવાનીતકલીફ થવા લાગી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે દિવસે મોટી થતાં પેટની સાઈઝ વધતી જતી હતી. આ ઉપરાંત પેટમાંદુ:ખાવોની સાથે પેટ વધારે ફુંલતું લાગતાં ડોક્ટરને બતાવ્યું હતું. સીટી સ્કેન કરાવતા ગાંઠ જણાઇ ત્યારે ઓપરેશન કરાવી સારવાર લેવાનીસલાહ અપાતાં તેમણે જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. જીસીએસ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં ડો.દિવ્યેશ પંચાલ દ્વારા જરૂરી રીપોર્ટસ કરાયા બાદ ઓપરેશન દ્વારા ગાંઠ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ગાયનેક ટીમનાડો. દિવ્યેશ પંચાલ, ડો. શિખા ચંદ્રાવત, ડો. નીતિન ગંભાવા , ડો. સાક્ષા ધોળકીયા અને ડો. મિસબાહ મન્સુરી જોડાયા હતા. એનેસ્થેટિકવિભાગ અને પેથોલોજી વિભાગના સહયોગથી ડો. દિવ્યેશ પંચાલ અને તબીબોની ટીમે સતત ત્રણ કલાક સુધી ઓપરેશન કરીને ગાંઠનેસફળતાપૂર્વક બહાર કાઢી હતી.
જીસીએસ હોસ્પિટલના ડો. દિવ્યેશ પંચાલે (એસો. પ્રોફેસર – ગાયનેકોલોજી અને પ્રસુતિ વિભાગ) જણાવ્યું કે, અંદાજે 13 કિલોવજનની ગાંઠના કારણે પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું. કેન્સરની શંકા જતા જીસીએસહોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું મહિલા માટે આર્થિક રીતે પોસાય તેમ ન હતું.પરંતુ જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો. ત્રણ કલાકના આ ઓપેરેશન બાદ13 કિલો વજનની આ ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવમાં આવી હતી. આ ગાંઠનું કદ 32 સેમી જેટલું હતું. છેલ્લા ત્રણ વર્ષમાંજીસીએસ હોસ્પિટલમાં 100થી વધુ ગાયનેક કેન્સરના દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે જેમાં 56થી વધારે દર્દીઓને સર્જરીદ્વારા સારવાર આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભમેળવ્યો હતો. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, બ્લડ કેન્સર વગેરેપ્રકારના કેન્સરની પણ સારવાર ઉપલબ્ધ છે.
Recent Comments