પોંડિચેરી પોલીસે ૪૩ વર્ષીય યુવકની ધરપકડ કરી ૫ કરોડ આપો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છું
પોંડિચેરી પોલીસે એક ૪૩ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. તેની પર ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો સંદેશો મુકવાનો આરોપ છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે જાે કોઈ તેને રૂપિયા પાંચ કરોડઆપે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છે.
સોશિયલ મિડિયા પર વિવાદિત પોસ્ટ મુકવાના મામલે પોલીસે આર્યનકુપ્પમ ગામના એક વ્યક્તિને ગુરુવારે પકડી પાડ્યો હતો. હાલ તેને જેલ ભેગો કરી દેવાયો છે. પોંડિચેરી પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ આરોપીનું નામ સત્યાનંદમ અને રિયલ એસ્ટેટનું કામ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે. હાલ તેની પર ઈપીકોની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મુકી હતી. ગુરુવારે એક કાર ચાલકે આ સંદેશો જાેયો હતો. એથી તેણે તુરત જ પોલીસને જાણ કરી હતી. એથી પોલીસે તુરત જ કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.
Recent Comments