fbpx
સૌરાષ્ટ - કચ્છ

કસ્ટોડીયલ ડેથ મામલોઃ પોલીસના ૬ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

ક્ચ્છ મુન્દ્રામાં કસ્ટોડીયલ ડેથ મામલે ફરાર પોલીસ કર્મચારીઓના પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર ફરાર પોલીસ કર્મચારીઓના બેનર સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસના ૬ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘરફોડ ચોરીના એક બનાવમાં મુંદરા પોલીસ દ્વારા શકમંદ તરીકે ઉઠાવાયેલા સમાઘોઘા ગામના બીજા યુવકનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ગુજરાતભરના ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પોલીસ દમનાથી મરણ પામેલા યુવકના બનાવનો વિરોધ કરવા આજે મુંદરા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન યુવકનું શનિવારે મૃત્યુ થયા બાદ પરિવાર અને સમાજ દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓ નહી પકડાય ત્યાં સુાધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
કચ્છના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના બબ્બે યુવકોના પોલીસના મારાથી મોત નિપજવાના લીધે કચ્છ સહિત રાજયભરના ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે કચ્છ ઉપરાંત ગુજરાતના મોભીઓ દોડી ગયા હતા. તમામ આરોપીઓને પકડી પાડવાની માંગ દોહરાવી હતી. દરમિયાન, કચ્છ ગઢવી ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના અન્ય આગેવાનોએ પણ એક બેઠક યોજીને ભાવિ કાર્યક્રમો અંગે રણનિતી ઘડી હતી. તો બીજીતરફ, સોમવારે સવારે સાડા નવ વાગ્યે સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેર સભા બોલાવવામાં આવી છે. માંડવી-મુંદરા સહિત ચારણ ગઢવી સમાજની બહુમતિવાળા ગામોને સોમવારે સ્વયંભુ બંધ પાળીને તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન આપવામાં આવ્યુ છે.

મુંદરાની સમસ્ત જનતાને બંધના એલાનમાં જાેડાવવા આહ્વાન કરાયુ છે. સમાઘોઘાના યુવાનનું પોલીસ દમનાથી મોત થવાના પગલે સોમવારે મુંદરા બંધનું એલાન અપાયુ છે ત્યારે બંધના એલાનને વિવિાધ સમાજાે, જ્ઞાતિઓ અને સંસૃથાઓએ ટેકો જાહેર કર્યો છે. આ કિસ્સામાં આરોપીઓ હજુ પકડાયા ન હોવાથી આરોપીઓની ધરપકડ અને દોષીઓને સજા થાય તેવી માંગ સાથે ચારણ સમાજ દ્વારા અપાયેલા બંધના એલાનને મુંદરા તાલુકા સુમરા સમાજ, મહેશ્વરી સમાજ, દરજી સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, માકપટ રબારી સમાજ, મુસ્લિમ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસૃથાઓએ પણ બનાવને વખોડી બંધના એલાનને ટેકો આપ્યો છે.

Follow Me:

Related Posts