રાજુલા તાલુકા ચારણ ( ગઢવી ) સમાજ દ્વારા રાજુલા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું
કચ્છના ચારણ ( ગઢવી ) યુવાનનું મંદ્રા પોલિસ દ્વારા ગેરકાયેદસર રીતે ગોંધી રાખી અને સખ્ત માર મારીને મૃત્યુ નિપજાવવા અંગે વિજયભાઈ રૂપાણી ગુજરાત મુખ્યમંત્રી ને જણાવાયું હતું કે તાજેતર માં તા .૧૯ / ૦૧ / ૨૦૨૧ ના રોજ મુંદ્રા પોલિસ દ્વારા સમાઘોઘા ( કચ્છ ) ગામના ચારણ ( ગઢવી ) યુવાન અરજણભાઈ ખેરાજભાઈ નામના યુવકને પોલીસ કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી તેમના પર સતત સાત દિવસ અમાનવીય અત્યાચાર કરી મોતને ઘાટ ઉતારેલ છે , સબબ ઘટનામાં અન્ય બે ચારણ – ગઢવી સમાજના યુવકોને પણ આ રીતે જ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી પોલિસે ત્રાસ ગુજારેલ હોય , તેઓ ને સારવાર અર્થે અમદાવાદ સિવીલમાં દાખલ કરેલ છે . તેમજ અન્ય બે ઈજાગ્રસ્તો પૈકી અન્ય એક યુવાન હરજોગભાઈ ગત તા .૦૬ / ૦૨ / ૨૦૧૧ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે અવસાન પામેલ છે . અને અન્ય એક સારવાર હેઠળ છે . આ ઘટનામાં સામેલ તમામ ગુનેગારોને ઝડપી પકડી પાડવા અમો રાજુલા તાલુકા ના ચારણ ( ગઢવી ) સમાજ આપને આવેદન કરીએ છીએ . પ્રજાના રક્ષક એવા પોલીસ દ્વારા ખોફનાક અને અમાનવીય કૃત્ય થતાં આમ જનતાને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જવા પામેલ છે . અમોને વિશ્વાસ છે કે , આપ સાહેબ અમારી અરજને લાગણી અને માંગણીને ગુજરાત રાજય સરકારશ્રીને તેમજ ગૃહ વિભાગ તેમજ કચ્છ જિલ્લા પોલીસ વડા તથા કલેકટર ( કચ્છ ) પંહોચાડવા અરજ છે . માનવ અધિકાર જોખમાવતા અને ગવર્નન્સને ચેલેજ કરતા કલંક લગાડતાં આ ઘટનામાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારી આજ દિન સુધી ફરાફ છે . તેઓને પકડી તેમને કડક માં કડક સજા કરાવશો . તેમજ પીડીતાને આર્થીક વળતર આપવા યોગ્ય કરવા રાજુલા તાલુકા ચારણ ( ગઢવી ) સમાજ દ્વારા રાજુલા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું
Recent Comments