પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલીસનું સંયુક્ત અભિયાન મહારાષ્ટ્રના નાંદેડમાંથી ખાલિસ્તાન સમર્થક આતંકવાદીની ધરપકડ
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પંજાબની ઝ્રૈંડ્ઢ ટીમ અને મહારાષ્ટ્ર પોલીસે રવિવારે એક સંયુક્ત અભિયાન દ્વારા આ આતંકવાદીને ઝડપી લીધો હતો પરંતુ ભારતવિરોધી ગતિવિધિઓમાં તપાસ ચાલુ હોવાના કારણે તેનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો. ધરપકડ કરવામાં આવી છે તે આતંકવાદીની ઓળખ સરબજીતસિંહ કિરાત તરીકે કરવામાં આવી છે. પોલીસે તે પંજાબના લુધિયાણા જિલ્લાનો રહેવાસી હોવાની જાણકારી આપી હતી.
અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસે પંજાબ પોલીસના સહયોગથી ખાલિસ્તાન સમર્થક આતંકવાદી પરમજીતસિંહ પમ્મા અને મલતાની સિંહના સાથી જગદેવ સિંહ ઉર્ફે જગ્ગાની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. જાણવા મળ્યા મુજબ જગ્ગા ખાલિસ્તાની આતંકવાદી પરમજીતસિંહ પમ્મા અને મલતાની સિંહનો જમણો હાથ છે. રાષ્ટ્રવિરોધી અનેક ગતિવિધિઓમાં તેનું નામ સામેલ છે અને અમૃતસર સહિત અન્ય જિલ્લાઓમાં તેના વિરૂદ્ધ આર્મ્સ એક્ટ સહિત કુલ ૯ જેટલા કેસ ચાલે છે.
Recent Comments