વડિયા : પીજીવીસીએલનાં પાંચ કર્મીઓ વિરૂઘ્ધ ફરિયાદથી ખળભળાટ
પી.જી.વી.સી.એલ. દ્વારા લોકોના ઘરમાં ગમે ત્યારે ઘૂસી આવી ચેકીંગના નામે નાગરિકોને પરેશાન કરવામાં આવે છે. ત્યારે વડિયા કોર્ટે આવા પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જિનિયર સહિતના સ્ટાફ સાથે ખોટા પુરાવા ઉભા કરવા, કોર્ટમાં રજૂ કરવા અને કોર્ટને ખોટી જુબાની આપી ગેરમાર્ગે દોરવા સબબ કોર્ટે જ પીજીવીસીએલના અધિકારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વીજ કંપનીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવમાં ગત તા. રર/6/16 થી તા. ર1/6/19ના સમયગાળા દરમિયાન વડિયા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જીતેન્દ્ર લાલજીભાઈ સાંગાણી, સિનિયર આસિસ્ટન્ટ કેતન ગુણવંતભાઈ ભટ્ટ, ડેપ્યુટી એન્જિનિયર એકાઉન્ટન્ટ જગદીશ જે.પાનસુરીયા, જુનીયર આસિસ્ટન્ટ ઘનશ્યામ બાલુભાઈ મેણીયાએ એક સંપ કરી નામદાર કોર્ટમાં ખોટો દાવો કરી, ખોટુ ચેકીંગ બતાવી, ખોટા પુરાવાને ખરા તરીકે ઉપયોગ કરી, ખોટા દસ્તાવેજો બનાવી ખોટા સહી સિકકા કરી કોર્ટમાં ખોટી જુબાની આપી એક બીજાને મદદગારી કરવા અંગે વડિયા પ્રિન્સિપાલ અને સિવિલ અને જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ કોર્ટનાં રજિસ્ટ્રાર મેહુલભાઈ વિનોદરાય ત્રિવેદીએ વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ પીજીવીસીએલના અધિકારીઓ સામે આઈપીસી કલમ 167, 191, 193, 196, 197, 198, 199, ર00, ર09, ર11, 46પ, 467, 471, 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments