રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ટીએમસીમાં વધુ એક ગાબડું મમતા બેનરજીને મોટો ઝાટકોઃ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીનું રાજીનામુ


મને ગૂંગળામણ થતી હતી, આજે મારી આત્મા કઈ રહી છે કે, રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે રહોઃ દિનેશ ત્રિવેદી

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનરજીને એક પછી એક કમ્મરતોડ ઝાટકા લાગી રહ્યાં છે. હજી થોડા દિવસ પહેલા જ ટીએમસી સાંસદ સુભેંદુ અધિકારી અને તેમના ભાઈએ હાથમાં કમળ ઝાલ્યાની મમતાને કળ નથી વળી ત્યાં વધુ એક દિગ્ગજ સાંસદે જાેરદાર ઝાટકો આપ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટપર ચર્ચા દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપતા મમતા અને ટીએમસી પર પરોક્ષ રીતે ગંભીર આરોપ લગાવ્યા હતાં. દિનેશ ત્રિવેદી ટુંક સમયમાં જ ભાજપમાં શામેલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદી આજે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન જ સાંસદ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમ્યાન દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અસલમાં આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી આ જાેવાતુ નથી. આપણે કરીએ પણ શું, એક પક્ષમાં છીએ તો સિમિત છીએ, પરંતુ હવે મને ટીએમસીમા ગભરામણ થઈ રહી છે. અમે કંઈ નથી કરી શકતા. ત્યાં અત્યાચાર થઈ રહ્યા છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે જઈને રહો.
દિનેશ શર્મા અંગે ઘણી વખત અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ પાર્ટી છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિનેશ ત્રિવેદી જલ્દી ભાજપમાં જાેડાઈ શકે છે. દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, હું આજે રાજ્યસભામાંથી રાજીનામુ આપી રહ્યો છું અને દેશ માટે તેમજ પશ્ચિમ બંગાળ માટે હંમેશા કામ કરતો આવ્યો છું અને કામ કરતો રહીશ.
માનવામાં આવી રહ્યું છે કે, ત્રિવેદી ટીએમસીમાંથી પણ ગમેત્યારે રાજીનામુ આપશે. તેમની અંદરખાને ભાજપના ટોચના નેતાઓ સાથે વાટાઘાટો પણ ચાલી રહી હોવાનો પણ ગણગણાટ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ મમતા બેનરજીની પાર્ટીમાંથી સંખ્યાબંધ મોટા માથા રાજીનામુ આપીને ભાજપમાં જાેડાઈ ચુક્યા છે.
દિનેશ ત્રિવેદીનું બીજેપીમાં સ્વાગતઃ દિલીપ ઘોષ
ત્રિવેદીએ કહ્યું કે આ ર્નિણય આત્માનો અવાજ સાંભળીને લઈ રહ્યો છું. તેઓએ કહ્યું કે હું ત્યાં કંઈ નથી કરી શકતો. બીજી તરફ બીજેપી બંગાળ યુનિટના નેતા દિલીપ ઘોષે કહ્યું કે સાચી વ્યક્તિ ખોટી જગ્યાએ ફસાયેલી છે. જે રીતે તેમને રેલ મંત્રીના પદથી હટાવવામાં આવ્યા હતા, તે ઈતિહાસ છે. જાે દિનેશ ત્રિવેદીને બંગાળ માટે કામ કરવું છે તો તેમનું બીજેપીમાં સ્વાગત છે.
બીજી તરફ, કૈલાશ વિજયવર્ગીએ કહ્યું કે, કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ આ સ્થિતિમાં ટીએમસીમાં નહીં રહી શકે. બંગાળનો વિકાસ જે લોકો ઈચ્છે છે તેઓ મોદીના પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ બીજેપીમાં કામ કરવા માંગે છે. હજુ તેમની સાથે કોઈ ચર્ચા નથી થઈ. જાે તેઓ બીજેપીમાં આવશે તો તેમનું સ્વાગત છે.

Related Posts