સુરત શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. દરેક આત્મહત્યા પાછળ વિભિન્ન કારણ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. કોઈ વ્યક્તિ માનસિક મુશ્કેલીના કારણે તો કોઈ આર્થિક બાબતોને લઈને આત્મહત્યા કરી રહ્યો છે. તો વળી કોઈ પારિવારિક તો કોઈ શારીરિક મુશ્કેલીના કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યું છે. સુરત શહેરમાં માત્ર એક જ દિવસમાં (બુધવારના દિવસે) અલગ-અલગ જગ્યાએ ૧૦ લોકોએ આત્મહત્યા કરીને જીવનને અલવિદા કહી દીધું છે. સરકારી હોસ્પિટલ અને પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર માત્ર બુધવારના દિવસે ૧૦ લોકોએ જીવન ટુંકાવ્યું. તે દિવસે સુરતના રાંદેરમાં એક ૧૭ વર્ષની છોકરીએ તો કોઝવેરોડ વિસ્તારમાં ૧૮ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી.
તો બીજી તરફ નવાગામ વિસ્તારમાં એક પરિણીતાએ ઘરકંકાસના કારણે પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી છે. તે ઉપરાંત મજુરાગેટ તથા ડિંડોલીમાં બે વૃદ્ધે શારીરિક સમસ્યાના કારણે તો પાર્લેપોઈન્ટ, વેડરોડ અને સચિન જીઆઈડીસી અને અડાજણ વિસ્તારમાં અલગ-અલગ ચાર યુવકો દ્વારા વિભિન્ન કારણોસર મોતને ગળે લગાવ્યું છે. રાંદેરની યુવતીની વાત કરીએ તો ૧૭ વર્ષની સગીરા કશિષ્ટ પટેલે પરિવાર દ્વારા લગ્નમાં જવાની ના પાડતા ગુસ્સામાં આવી ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું, તો કોઝવેરોડ વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષની યુવતી રૂપા રાજપુતે રસોઈ બનાવવા બાબતે ભાઈ સાથે ઝગડો થવાના કારણે આત્મહત્યા કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
બીજીબાજુ, નવાગામના ડિંડોલીમાં રહેતી ૨૭ વર્ષિય પરિણીતા રચના મિશ્રાએ સસરા અને જેઠાણી દ્વારા મિલકતમાં ભાગ ન આપતા આત્મહત્યા કરી હોવાની પતિએ આરોપ મૂક્યા છે. ડિંડોલી વિસ્તારમાં જગદંબાનગર શ્રીહરી સોસાયટીમાં રહેતા ૭૬ વર્ષિય વદ્ધ ગોકુલ લોહારે
Recent Comments