ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. તમામ બેઠકો માટે ફોર્મ ભરાઈ ચુક્યા છે. અને ઉમેદવારો સહીત તમામ પાર્ટીઓ પુરા જાેશ સાથે પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે નાગરિકો અને કાર્યકર્તા હવે જાગૃત બન્યા છે. સુરતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ધારાસભ્યનો કાર્યકર્તાઓએ ઉધડો લીધો હતો. કાર્યકરોએ ધારાસભ્ય પુર્ણેશ મોદીનો ભરબજારે ઉધડો લઇ નાખ્યો હતો.
જુના કાર્યકર્તાઓને ટીકીટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા. સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદી રાંદેરની મોટીફળીમાં પ્રચાર અર્થે ગયા ત્યારે લોકોએ ઉમેદવાર પસંદગી બાબતે વિરોધ કરી ૪૦થી ૫૦ લોકોએ પૂર્ણેશ મોદીનો ઘેરો ઘાલ્યો હતો અને ઉમેદવારોની પસંદગી સિદ્ધાંત મુજબ કરાઈ ન હોવાનો બળાપો કાઢયો હતો.લોકોનો આક્રોશ જાેઈ પૂર્ણેશ મોદી કશું બોલી શક્યા ન હતા. વધુમાં આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Recent Comments