જાપાનીઝ પદ્ધતિથી સાબરમતીના કાંઠે મિનિ જંગલનું નિર્માણ કરાશે
અમદાવાદ શહેરમાં વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર ખુબ ઓછો છે. ગણ્યા ગાંઠ્યા બગીચામાં લોકો શુદ્ધ હવા મેળવી શકે તેવી જગ્યા માંડ માંડ બચી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આખું ઓક્સિજનનું જંગલ ઉભું કરી રહ્યું છે. ૯૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં ૩૨૯૦૦ વૃક્ષો જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવશે. આ વૃક્ષો આશરે ૫૦ હજાર પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહેશે.
છસ્ઝ્ર દ્વારા દૂધેશ્વર કાળભૈરવના મંદિરથી સ્મશાનની મેલડી માતાના મંદિર સુધીના રિવરફ્રન્ટના પટ્ટામાં જાપાનીઝ પદ્ધતિથી જંગલ ઉભું કરવાની કામગીરી ચાલી રહી છે. એએમસી દ્વારા રિવરફ્રન્ટના નવ હજાર સ્ક્વેર મીટર જમીનમાં ૩૨,૯૦૦ વૃક્ષો વાવવાનું આયોજન છે. વાસણા પાસે આવું એક મીની જંગલ એએમસીએ બનાવી નાખ્યું છે. જ્યાં વૃક્ષો ઝડપથી વધી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં ફેક્ટરીઓની સંખ્યા વધુ હોવાના કારણે ઝેરી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ જાેવા મળે છે. તેની સામે બેલેન્સ કરવા માટે આ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. અહીં એવા વૃક્ષો ઉછેરવામાં આવશે કે જે વાતાવરણમાં માત્ર ઓક્સિજન જ મુક્ત કરતાં હોય. ભારતીય મૂળના વૃક્ષો જ વાવવામાં આવી રહ્યા છે. પક્ષીઓ તેમનો માળો કરી શકે તેવા વૃક્ષો જ વાવવામાં જ આવી રહ્યા છે.
જાપામીઝ મિયાવાકી પદ્ધતિ ઝડપથી જંગલ ઉછેરવાની વૈશ્વિકકક્ષાએ માન્ય કક્ષાએ માન્ય પદ્ધતિ છે. ગરમ વિષુવવૃત્તીય પ્રદેશો માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિથી વૃક્ષો ૨ ફૂટથ માંડીને ૧૮ ફૂટ સુધીની હાઈટ બે વર્ષની અંદર પકડી લે છે. મિયાવાકી પદ્ધતિમાં કોકોપીટ, માટી, દેશી છાણિયું ખાતર, ચોખાની ફોતરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જીવામૃત એટલે કે ગૌમૂત્ર, આંકડાનું દૂધ વગેરે નાખવામાં આવે છે. તેનાથી વૃક્ષોનો ઉછેર ઝડપી બને છે.
Recent Comments