એક જ દિવસે તમામ ચૂંટણીની મતગણતરી કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી એક જ દિવસે મતગણતરીની અરજી હાઈકોર્ટે ફગાવી, ૨૩ ફેબ્રુઆરીએ જ મતગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ-અલગ દિવસે મતગણતરી કરવા મુદ્દે દાખલ થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદારે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત તેમજ પાલિકાની મતગણતરી એકસાથે કરવાની માંગ કરી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આથી હવે ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જે મુજબ ૨૩ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની મતગણતરી થશે. જ્યારે કે ૨ માર્ચના રોજ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકાની મતગણતરી હાથ ધરાશે.
મહત્વનું છે કે હાઇકોર્ટમાં અરજી દાખલ થયા બાદ ચૂંટણી પંચે કુલ ૩૦૩ પાનાનું સોગંદનામું હાઇકોર્ટમાં રજૂ કર્યું છે, જેમાં તેમણે બંધારણના કોઇ હકને નુકસાન ન થતું હોવાનું જણાવ્યું છે. આ અરજીમાં અરજદારે ઉલ્લેખ કર્યો હતો કે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત તેમજ પાલિકાની મતગણતરી એકસાથે કરવાની માંગ કરી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે નહીં થાય.
લાખો લોકો મત આપવાના છે પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લાખો ઘરો સુધી મતદારોને મતદાન મથકનું સરનામું અને બૂથ નંબર દર્શાવતી સ્લીપનું વિતરણ કરવાનું કામ કરવામાં આવશે નહીં. ચૂંટણી આયોગે કર્મચારીઓને ચેપ લાગે તે ભયથી આ ર્નિણય લીધો છે. જેને પગલે ઘણા લોકોને તકલીફો પડશે. ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી મતદાર ઓળખકાર્ડ નંબરની મદદથી મતદાન મથક, બૂથની માહિતી મળી જશે.
Recent Comments