અમરેલી શહેર ખાતે શિવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.- મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા
.
અમરેલી શહેર ના સિનિયર સીટીઝન પાર્ક ખાતે છત્રપતિ શીવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી શ્રી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા શ્રીરંગ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ અને શિવ આસ્થા ગ્રુપ વગેરે સામાજીક સંસ્થાઓ અને જુદા જુદા ગ્રુપો દ્વારા કરવામાં આવી હતી આ તકે છત્રપતિ શિવાજી મહારાજ નું પૂજન અર્ચન, મહા આરતી, ધ્વજારોહણ વગેરે ધાર્મિક પ્રસંગો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ તકે અમર ડેરી વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી, પાર્થિવભાઈ જોષી, કમલેશભાઈ જોષી સાવરકુંડલા થી અમીતગીરી ગોસ્વામી, કેતન પંડયા તથા મહિલા અગ્રણી અલકાબેન દેસાઈ દુર્ગાવાહીની પ્રમુખ ભાર્ગવીબેન વગેરે જીલ્લાભર માંથી અગ્રણીઓ ઉપસ્થિત રહી શીવાજી મહારજ ની જન્મ જ્યંતી નું ધાર્મિક વાતાવરણ નું સર્જન કર્યું હતું
Recent Comments