રેલ્વેએ ટૂંકા અંતરની પેસેન્જર ટ્રેનના ભાડા વધારી દીધા
રેલવેએ પેસેન્જર અને ઓછા અંતરની અન્ય ટ્રેનોના ભાડા વધારી દીધા છે. અંદાજે ૩૦ દિવસથી ચુપચાપ વધી ગયેલ રેલવે ભાડા પર રેલવેએ પ્રથમ વખત સ્પષ્ટતા કરી છે કે આ ભાડા એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી કોરોનાકાળમાં એવા પ્રવાસીઓને રોકવામાં આવે જેના માટે રેલવે પ્રવાસ જરૂરી નથી. પેસેન્જર ટ્રેનોનોની ટિકીના ભાવ વધારીને મેલ અને એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ ડબ્બાના ભાડા જેટલા કરી દેવામાં આવ્યા છે.
ઓછા અંતરના ટ્રેન ભાડામાં વધારાને લઈને લોકોની ચિંતાઓ પર રેલવેએ એવી ચોખવટ કરી છે કે, બિનજરી યાત્રાઓમાં ઘટાડો કરવા માટે ભાડામાં વધારો કરાયો છે. કોરોના લોકડાઉનમાં છૂટછાટ બાદ રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. પ્રારંભમાં ફકત લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન થતું હતું પરંતુ હવે ઓછા અંતરની પેસેન્જર ટ્રેનો પણ ચલાવાઈ રહી છે.
રેલવેના જણાવ્યા મુજબ કોરોના મહામારીને અનુલક્ષીને વિશેષ જાેગવાઈ મુજબ આ ટ્રેનોના ભાડા ટૂંકા અંતર માટે વધારવામાં આવ્યા છે. દા.ત. અમૃતસરથી પઠાણકોટનું ભાડું ૨૫ પિયા હતું તો હવે તે ૫૫ થશે. એ જ રીતે જલંધરથી ફિરોઝપૂર જવું હોય તો ભાડું ૩૦ પિયા છે પરંતુ હવે ૬૦ થશે. કોરોનાનું સંકટ હજુ પણ યથાવત છે. અનેક રાજ્યોમાં યાત્રીકોની સ્ક્રિનિંગ ચાલી રહી છે માટે બિનજરી યાત્રાઓ ન થાય તે માટે ભાડા વધારવામાં આવ્યા છે.
Recent Comments