સંજય લીલા ભણશાલીના જન્મદિવસ પર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટીઝર કરાયું રિલીઝ
આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડીની ભૂમિકામાં જાેઈ તેના ચાહકો ઉત્સાહિત છે. આજે બુધવારે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નું ટીઝર રિલીઝ થયું છે. ૨૪ ફેબ્રુઆરી એ ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણશાલીનો જન્મદિવસ હોવાથી આજે પસંદ કરવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે ફિલ્મની પહેલી ઝલક ટીઝર બહાર પાડીને બતાવવામાં આવી છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર શેર કર્યું છે. ટીઝર શેર કરતી વખતે તેણે લખ્યું – હેપી બર્થડે સર. મને લાગે છે કે આના કરતા બીજાે કોઈ રસ્તો નહીં હશે તમારો જન્મદિવસ ઉજવવાનો. મારા આત્મા અને હૃદયનો એક ભાગ શેર કરી રહી છું, મળો ગંગુને. ટીઝર વિશે વાત કરવામાં આવે તો, તમારી આલિયા પર નજર નહીં હટે. તેનો બોલવાનો અંદાજ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ૧ મિનિટ ૩૧ સેકંડનું ટીઝર આલિયા ભટ્ટના અવાજ સાથે શરૂ થાય છે.
જ્યારે આલિયાની એન્ટ્રી થાય છે ત્યારે તે કહે છે કે ગંગુ ચાંદ હતી અને ચાંદ રહેશે. તેણી કહે છે કે કોઈએ પણ ગૌરવ સાથે જીવવાથી ડરવાનું નથી, ન તો પોલીસ તરફથી, ન તો ધારાસભ્યથી, ન કોઈ મંત્રીથી અથવા કોઈના પણ બાપથી.આલિયા ટીઝરમાં એકથી વધુ ડાયલોગ બોલી રહી છે. આલિયા ભટ્ટ પહેલીવાર સ્ક્રીન પર એકદમ અલગ અવતારમાં જાેવા મળશે. આ પ્રકારનું પાત્ર તેણે પહેલાં ક્યારેય ભજવ્યું નથી. ટીઝર પહેલાં ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું હતું. પોસ્ટરમાં તમે આલિયા ભટ્ટ ખુરશી પર બેઠેલી જાેઈ શકો છો. આલિયા ભટ્ટનો ખૂબ સિમ્પલિસ્ટિક લુક તેમાં જાેવા મળી રહ્યો છે.
પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મ ૩૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈની જાણીતી નિવાસી હતી, જેને તેના પતિએ માત્ર ૫૦૦ રૂપિયામાં વેચી હતી. આ ફિલ્મમાં, ગંગુબાઈના જીવનના સંઘર્ષ બતાવવામાં આવ્યા છે કે કેવી રીતે તેણીએ નાની ઉંમરે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેને કેવી રીતે પતિએ તેને કોઠા પર બેસાડી હતી. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પ્રખ્યાત લેખક હુસેન ઝૈદીની ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પુસ્તકના એક અધ્યાય પર આધારિત છે. સંજય લીલા ભણશાલી અને આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન અને વિક્રાંત મેસી પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જાેવા મળશે.
Recent Comments