બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ફટકો ૧૪ ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવાના આદેશને રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી
બોટાદ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી દ્વારા ૧૪ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ રદ કરવાના આદેશને રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચના ર્નિણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ૧૫મી ફેબ્રુઆરીના રોજ નોમિનેશન ફોર્મમાં ભૂલ સુધારા કર્યા બાદ ફોર્મનું ઇનવર્ડ કરવામાં આવ્યું હતું.
જે બાદ ચૂંટણી અધિકારીએ અરજદારોને (ઉમેદવારોને) આ મુદ્દે ચિંતા ન કરવા કહ્યું હતું અને હવે ફોર્મનું કાયદાને આધીન સ્ક્રુતિની કરવામાં આવશે. જાેકે બોપોરે ૩ વાગ્યે ચૂંટણી અધિકારીએ અરજદારોને તેમના નોમિનેશન ફોર્મ રદ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.અરજદારો તરફે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે ચૂંટણી અધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી.
અરજદારો દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીને તેમના ફોર્મ રદ કરવાના નિણર્ય પર ફેર-વિચારણા કરવા મુદ્દે રજુઆત કરી હતી. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો.
Recent Comments